પણજી: વર્ષ 2016માં કરાયેલી સર્જિકલ સ્ટ્રાઈકનું નેતૃત્વ કરી ચૂકેલા લેફ્ટેનન્ટ જનરલ(સેવાનિવૃત્ત) ડી એસ હુડ્ડાએ શુક્રવારે કહ્યું કે મોદી સરકારે સરહદ પાર જઈને હુમલો કરવાની મંજૂરી આપીને ખુબ મોટો સંકલ્પ દેખાડ્યો છે, પરંતુ સેનાના હાથ તે અગાઉ પણ બંધાયેલા નહતાં. હુડ્ડા પણજીમાં જાહેરાત સંગઠનો દ્વારા આયોજિત એક વાર્ષિક કાર્યક્રમ 'ગોવા ફેસ્ટ'માં બોલી રહ્યાં હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું કે, "હાલની સરકારે સરહદ પાર જઈને સર્જિકલ સ્ટ્રાઈક અને બાલાકોટમાં એર સ્ટ્રાઈકની મંજૂરી આપવામાં નિશ્ચિતપણે મહાન રાજનીતિક સંકલ્પ દેખાડ્યો છે. પરંતુ તે અગાઉ પણ તમારી સેનાના હાથ બંધાયેલા નહતાં." તેમણે કહ્યું કે, "સેનાને ખુલ્લી છૂટ આપવા અંગે ખુબ વધુ પડતી વાતો થઈ છે. પરંતુ 1947થી સેના સરહદ પર સ્વતંત્ર છે. તેણે 3-4 યુદ્ધો લડ્યા છે. હુડ્ડાએ કહ્યું કે નિયંત્રણ રેખા એક જોખમી જગ્યા છે. કારણ કે જેમ મેં કહ્યું કે તમારા ઉપર ફાયરિંગ થઈ રહ્યું છે અને જમીન પર સૈનિકો તેનો તરત જવાબ આપશે. તેઓ (સૈનિકો) મને પણ નહીં પૂછે." તેમણે સૈન્ય અભિયાનોના પુરાવા માંગનારા નિવેદનોની પણ આકરી ટીકા કરી. 


શ્રીનગરના ડે.મેયરની વિવાદાસ્પદ હરકત, પોતાના નામની આગળ 'મુજાહિદ' શબ્દ લગાવ્યો


તેમણે કહ્યું કે, "કૃપા કરીને વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ પર ભરોસો રાખો. સૈન્ય અભિયાનોના ડીજી જ્યારે ખુલ્લેઆમ જાહેરમાં કહે કે તેમણે સર્જિકલ સ્ટ્રાઈક  કરી તો સ્પષ્ટ છે કે તેમાં શક કરવાનું કોઈ કારણ નથી."


સેવા નિવૃત્ત લેફ્ટેનન્ટ જનરલે કહ્યું કે, "સશસ્ત્ર દળોએ કોઈ પણ સરકારના સમયમાં કોઈ પણ પ્રકારના રાજકીય હસ્તક્ષેપને જોયો નથી. સૈન્ય મામલાઓમાં હસ્તક્ષેપ કરનારા તરીકે હું સંપૂર્ણ નિષ્પક્ષતા અને ઈમાનદારીથી કહી શકું છું કે સૈન્ય અભિયાન કેવી રીતે ચલાવવામાં આવે તે અંગે ક્યારેય રાજકીય નેતાઓએ વધુ હસ્તક્ષેપ કર્યો નથી. કોઈએ કહ્યું નથી કે અમારે નિયંત્રણ રેખા ઉપર કેવો વ્યવહાર કરવો જોઈએ અને આ જ તમારે કરવું જોઈએ"


જયા પ્રદાથી ડરી ગયા આઝમ ખાન? જનસભામાં આપેલા નિવેદનથી રાજકારણમાં ખળભળાટ


તેમણે કહ્યું કે, "જ્યારે અમે વિકલ્પો અંગે વાત કરી રહ્યાં હતાં ત્યારે એક વર્ષથી અમે એવી કોઈ આકસ્મિક સ્થિતિ માટે તાલીમમાં લાગ્યાં હતાં તે વાતે અમને ઘણી મદદ કરી. અમે એ નહતાં જાણતા કે અમને આવી તક ક્યારે મળશે." તેમણે કહ્યું કે "(ઉરી હુમલા પહેલા) છેલ્લા એક વર્ષથી સ્પેશિયલ ફોર્સિસને આ અંગે તૈયાર કરવામાં આવી રહી હતી...જો આપણે સરહદ પાર પાકિસ્તાનમાં હુમલો કરવો હોય તો આપણે શું કરવું જોઈએ."


હુડ્ડાએ કહ્યું કે, "જ્યારે અમે સૈનિકોને સરહદ પાર જતા અને આતંકીઓની નિશાન બનાવીને પાછા ફરતા જોઈએ છે ત્યારે તેનો અર્થ એ છે કે તેમણે તેમના સંપૂર્ણ જીવનમાં ફક્ત કામ, કામ અને કામ જ કર્યું છે. સેનામાં અમે કહીએ છીએ કે શાંતિકાળમાં તમે જેટલો પરસેવો વહાવશો, યુદ્ધ દરમિયાન તમારું એટલું જ લોહી ઓછું વહેશે."


જુઓ LIVE TV


સર્જિકલ સ્ટ્રાઈકનું નેતૃત્વ કરનારા ડીએસ હુડ્ડાએ કહ્યું- 'સેનાના હાથ ક્યારેય બંધાયેલા નહતાં'


હુડ્ડાએ કહ્યું કે 27 સપ્ટેમ્બરની રાતે (સર્જિકલ સ્ટ્રાઈકના બે દિવસ પહેલા) અમને એ સૂચના મળી કે તેમાંથી એક આતંકી કેમ્પને મજબુત બનાવીને સક્રિય કરાયો છે. અમે એ વિચારી રહ્યાં હતાં કે તેને નિશાન બનાવવાની સૂચિમાં રાખીએ કે નહીં. 


તેમણે કહ્યું કે, "ત્યારબાદ અમે ચારથી પાંચ લોકોની એક નાની ટીમ મોકલીને અને પોતાના નિશાન પર ધ્યાન કેન્દ્રીત કરવાનો નિર્ણય લીધો. અમે જોખમ ઉઠાવવાનો નિર્ણય લીધો, કારણ કે તે જરૂરી હતું. તે એવા લોકો હતાં જેમણે બીજા દિવસે અમને રસ્તો દેખાડ્યો."


બિસ્મિલ્લાહ ખાનના પૌત્રનો કોંગ્રેસ પર ગંભીર આરોપ, PM મોદીને પત્ર લખી વ્યક્ત કરી 'આ' ઈચ્છા


હુડ્ડાએ કહ્યું કે,  "અમે પહેલા નિશાના પર લગભગ મધ્યરાત્રિએ વાર કર્યો હતો અને અંતિમ નિશાના ઉપર અમે સવારે 6 વાગે નિશાન લગાવ્યું હતું. આ બંને ટારગેટ વચ્ચે છ કલાકનું અંતર હતું. નિશ્ચિત રીતે પહેલું નિશાન લગાવ્યાં બાદ અમે ચિંતિત હતાં કે પાકિસ્તાનની સેના સક્રિય થઈ શકે છે અને વિચારી શકે છે કે બીજી જગ્યાઓને પણ નિશાન બનાવી શકાય છે." તેમણે કહ્યું કે, "સદનસીબે અમે તેમની ચકિત કરી દીધા."


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...